સમાજમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી સરકાર દ્વારા "પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ, ૧૯૯૪" દ્વારા ઘડવામાં આવેલ છે. પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ,૧૯૯૪ નું જિલ્લા દેવભૂમિ દ્વારકામાં ક્ષતિરહિત અમલીકરણ થાય તે હેતુથી સામાજીક કાર્યકર ડો.કાશ્મિરાબેન રાયઠઠાના અધ્યક્ષ સ્થાને જિલ્લા એડવાઈઝરી કમિટીની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં હોસ્પિટલોના રીન્યુઅલ રજીસ્ટ્રેશન, સોનોગ્રાફી મશીનના રજિસ્ટ્રેશન અને તબીબોને સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા માટે મળેલ અરજીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સોનોગ્રાફી સેન્ટરોની સ્થળ તપાસણી અંગે રજુ કરેલ અહેવાલો વંચાણે લઈ સોનોગ્રાફી સેન્ટર ખાતે એકટના અમલીકરણ તેમજ જિલ્લાના જાતિ પ્રમાણદર બાબતે સમિક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા એડવાઈઝરી સમિતિના સભ્યો તેમજ જનરલ હોસ્પિટલ-ખંભાલીયાના તબીબી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ-૧૯૯૪ અંતર્ગત નોંધાયેલ સરકારી/બિનસરકારી ડોકટરઓને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ થયેલ જોગવાઈઓ/નિયમોના ચુસ્તપણે અમલીકરણ કરવા જિલ્લા દેવભૂમિ દ્વારકાના જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.બી.ચોબીસા દ્વારા સૂચન કરવામાં આવેલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech